Home> Gujarat
Advertisement
Prev
Next

ખેડૂતો માટે કૃષિમંત્રીનું મહત્વનું નિવેદન, 'સરકારે જાહેર કરેલા 700 કરોડના પેકેજમાં વધારો કરાશે'

કૃષિમંત્રી આર સી ફળદુના અધ્યક્ષ સ્થાને આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશના પગલે આ બેઠક મળી હતી. જેમાં કમોસમી વરસાદના સર્વેની કામગીરીની સમીક્ષા થઈ હતી. આ ઉપરાંત વીમા કંપનીના સર્વેની કામગીરી તથા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની પણ સમીક્ષા હાથ ધરાઈ હતી. ગુજરાત હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યું છે. 

ખેડૂતો માટે કૃષિમંત્રીનું મહત્વનું નિવેદન, 'સરકારે જાહેર કરેલા 700 કરોડના પેકેજમાં વધારો કરાશે'

હિતલ પારેખ, ગાંધીનગર: કૃષિમંત્રી(Agriculture Minister) આર સી ફળદુ(R C Faldu) ના અધ્યક્ષ સ્થાને આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) ના આદેશના પગલે આ બેઠક મળી હતી. જેમાં કમોસમી વરસાદના સર્વેની કામગીરીની સમીક્ષા થઈ હતી. આ ઉપરાંત વીમા કંપનીના સર્વેની કામગીરી તથા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની પણ સમીક્ષા હાથ ધરાઈ હતીગુજરાત(Gujarat) હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યું છે. ખેડૂતો(Farmers)ના પાક નિષ્ફળ ગયા છે જેના કારણે પારાવાર નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોને આપવામાં આવનારા રાહત પેકેજ અંગે બેઠક બાદ રાજ્ય કૃષિમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કૃષિ વિભાગના અહેવાલના આધારે હવે 7૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોય એવું જાણવા મળે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા 7૦૦ કરોડના પેકેજમાં વધારો કરવામાં આવશે કારણ કે નુકસાન વધુ હોવાનો કૃષિ વિભાગનો અહેવાલ છે. 

fallbacks

Nityanand Ashram Dispute: આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે- પ્રદિપસિંહ જાડેજા

જુઓ VIDEO

તેમના જણાવ્યાં મુજબ દિવાળી બાદ કમોસમી વરસાદના ઘણા વિસ્તારોમાં કરા પડવાના કારણે પાકને નુકસાન થયું છે. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિભાગ દ્વારા સર્વેનો અહેવાલ રજૂ કરાયો છે.ગુજરાતના 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં દિવાળી પછીના કમોસમી વરસાદને કારણે અલગ અલગ પાકોને નુકસાન થયું છે. અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ અંગે તાત્કાલિક સહાયતા માટે નો અહેવાલ ચોકસાઈ પૂર્વક તૈયાર કરવામાં આવે. આર સી ફળદુએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે કૃષિ વિભાગના અહેવાલના આધારે હવે 7૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોય એવું જાણવા મળે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા 7૦૦ કરોડના પેકેજમાં વધારો કરવામાં આવશે. નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને બાકાત રાખવામાં આવે.

જુઓ LIVE TV

કોંગ્રેસના ધારાસભ્યોએ ઉત્તર ગુજરાતને બાકાત રાખ્યો એવા આક્ષેપ પર કૃષિમંત્રીએ જવાબ આપતા કહ્યું કે 'ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય... જેને પણ નુકસાન થયુ હશે એ તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More